India and US

India and US

ભારત અને અમેરિકા (India and US)બંને દેશો વચ્ચે 2+2 સંવાદ થયો જેમાં સૈન્ય કરાર BECA સહિત 5 મોટા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. રક્ષા મંત્રાલયના અધિક સચિવ જીવેશ નંદને ભારત તરફથી કરાર પર હસ્તાક્ષર કર્યા. રક્ષામંત્રી રાજનાથ સિંહે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી.

બેઠકમાં બંને દેશના રક્ષામંત્રીઓ અને વિદેશમંત્રીઓ મળ્યા હતા. રક્ષામંત્રી રાજનાથ સિંહે અમેરિકા સાથે BECA પર હસ્તાક્ષરને એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ ગણાવી અને કહ્યું કે તેનાથી સૂચના શેરિંગમાં નવા રસ્તા ખુલશે. ભારત યુએસ સાથે આગળના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ઉત્સુક છે.  

આ પણ જુઓ : મોદી સરકારનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં જમીન ખરીદી શકાશે

ભારત અને અમેરિકા વચ્ચે 2 પ્લસ 2 બેઠકમાં બંને દેશો વચ્ચે રક્ષા અને વિદેશમંત્રીઓએ પરસ્પર અનેક વિષયો પર મનોમંથન કર્યું. બંને દેશો વચ્ચે BECA પર સહમતિ બની છે. ત્યારબાદ હવે  બંને દેશો પરસ્પર મિલેટ્રી જાણકારીઓ શેર કરી શકશે. સેટેલાઈટ અને અન્ય મહત્વના આઉટપુટ્સ કોઈ પણ રોકટોક વગર બંને દેશ એકબીજાને આપી શકશે. આ સમજૂતિ બંને દોશોના સશસ્ત્ર દળો વચ્ચે વિસ્તારિત ભૂ-સ્થાનિક જાણકારી શેર કરવાની મંજૂરી આપશે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024