Jammu and Kashmir
ગૃહ મંત્રાલયે નવા જમીન કાયદાનું નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) તથા લદાખમાં હવે કોઈ પણ પોતાની જમીન ખરીદી શકશે. જો કે હજુ પણ ખેતીની જમીન અંગે રોક લાગુ રહેશે.
આ અગાઉ જમ્મુ અને કાશ્મીરમાં ફક્ત ત્યાંના રહીશો જ જમીનની લે વેચ કરી શકતા હતા. પરંતુ હવે બહારથી આવનારા લોકો પણ ત્યાં શકશે. તેમજ પોતાનું કામ પણ શરુ કરી શકશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ નિર્ણય જમ્મુ અને કાશમીર પુર્નગઠન અધિનિયમ હેઠળ લીધો છે.
આ નિર્ણય મુજબ ભારતીય હવે જમ્મુ અને કાશ્મીરમાં ફેક્ટરી, ઘર કે દુકાન માટે જમીન લઈ શકે છે. તેની માટે કોઈ પણ પ્રકારનો સ્થાનિક રહીશ હોવાનો પુરાવો આપવાની પણ જરૂર રહેશે નહીં.
આ પણ જુઓ : જામનગરમાં 14 વર્ષની સગીરા સાથે ગેંગ રેપની ઘટના
જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના જણાવ્યાં મુજબ અમે ઈચ્છીએ છીએ કે બહારની ઈન્ડ્રસ્ટ્રી જમ્મુ કાશ્મીરમાં આવે, આથી ઈન્ડસ્ટ્રીયલ લેન્ડમાં રોકાણની જરૂર છે. પરંતુ ખેતીની જમીન ફક્ત રાજ્યના લોકો માટે જ રહેશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.