Web series Ashram
ફિલ્મ સર્જક પ્રકાશ ઝા પર હિન્દુઓની ધાર્મિક લાગણી દૂભવવાનો આક્ષેપ કરાયો હતો. પ્રકાશ ઝાની લેટેસ્ટ વેબ સિરિઝ આશ્રમ (Web series Ashram)ના ને લઇ સોશ્યલ મિડિયા પર વિરોધી લાગણી વધુ ઉગ્ર બની હતી અને એમની ધરપકડની માગણી તેજ થઇ હતી.
આ સિરીઝ મામલે પ્રકાશ ઝા પર એવો આક્ષેપ મૂકાયો તો કે આશ્રમ સિરિઝ દ્વારા સાધુ સમાજ વિરોધી અને હિન્દુ લોકોની ધાર્મિક લાગણી દૂભાવામાં આવી છે. આ વેબ સિરિઝ દ્વારા હિન્દુ ધર્મની બદનામી કરવામાં આવી હોવાનો સંખ્યાબંધ લોકોએ આક્ષેપ કર્યો છે. ઉપરાંત તેના પર પ્રતિબંધ લાદવાની માગણી સોશ્યલ મિડિયા પર કરવામાં આવી હતી.
આ પણ જુઓ : નીકિતા હત્યા કેસમાં તૌસિફને રિવોલ્વર આપનાર શખ્સની ધરપકડ
પરંતુ આ વિરોધ વચ્ચે પણ પ્રકાશ ઝાએ આ સિરિઝના બીજા ભાગની તૈયારી શરૂ કરી દીધી હતી. આ સિરિઝનો બીજો ભાગ નવેંબરની 11મીથી શરૂ થશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.