Dharpur Civil Hospital
ગુરૂવારે સાંજે ધારપુર સિવિલ (Dharpur Civil Hospital)માંથી પોસ્કોના ગુનાનો આરોપી ફરાર થઇ જવાની ઘટના બની છે. સુજનીપુર સબજેલમાંથી ધારપુર સિવિલમાં લવાયેલા પોસ્કોના ગુનાનો આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ જતા આરોપીને પકડવા માટે પોલીસની ટીમો ચારે તરફ દોડતી થઇ ગઈ હતી અને નાકાબંધી કરી હતી.
ડીસા તાલુકાના બોડાલ ગામનો મહેશજી વિનાજી ઠાકોર(23)ને સુજનીપુર સબજેલમા રાખવામાં આવેલ હતો. વાગડોદ પોલીસ સ્ટેશનના પોસ્કોના ગુનાના આ આરોપીના હાથે-પગે અશક્તિ જણાતા પોલીસ જાપ્તા સાથે તેને ગુરુવારે સાંજે સારવાર માટે ધારપુર સિવિલમાં લવાયો હતો.
આ પણ જુઓ : ભૂત સાથે આ મહિલા હતી લિવઈન રિલેશનશીપમાં
ધારપુરમાં સૌ પ્રથમ તેની ઇમરજન્સી વિભાગમાં તપાસ કરી મગજનો સીટી સ્કેન કરવામાં આવ્યો હતો. સીટી સ્કેન નોર્મલ આવતા તેને ફિઝિશિયન પાસે ઓપીડીમાં મોકલવામાં આવ્યો તે દરમિયાન આ આરોપી ફરાર થઈ ગયો હતો.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.