Dharma Productions
કરણ જોહરની કંપની ધર્મા પ્રોડકશન (Dharma Productions) ને લઇને એર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેની આવનારી ફિલ્મનું શૂટિંગ ગોવામાં ચાલતુ હતુ એ પ્રોજેક્ટ પૂરો કર્યા પછી ત્યાં કચરા ફેંકવામાં આવ્યા છે.
તેમણ એક ન્યુઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ગોવાની વેસ્ટ મેનેજમેન્ટ ઓફિસ તરફથી ધર્મા પ્રોડકશનને નોટિસ પાઠવવામાં આવશે. ગોવા એક સુંદર રાજ્ય છે અને અહીં અનેક ફિલ્મોના શૂટિંગ થતા હોય છે. દરેકનું અમે સ્વાગત કરીએ છીએ પરંતુ શૂટિંગ પછીના કચરા ફેંકીને જવાની છૂટ નથી.
આ પણ જુઓ : વેબ સિરીઝ આશ્રમનું બીજી સિઝનનું ટીઝર થયું રિલીઝ
ગોવાના વેસ્ટ મેનેજમેન્ટ મંત્રી માકિલ લોબોએ પ્રોડકશન હાઉસે કરેલી આ ગંદકી બદલ નિંદા કરતા જણાવ્યું છે કે, હવે કરણ જોહરને આ માટે નોટિસ પાઠવવામાં આવશે તેમજ તેના પર દંડ પર લગાવામાં આવશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.