Dharpur Civil
સુજનીપુર સબજેલમાં સજા કાપતા આરોપી ગુરૂવારે ધારપુર હોસ્પિટલ (Dharpur Civil)માંથી ફરાર થયેલ હતો. પાટણ એલસીબી પોલીસે 18 કલાકમાં આરોપીને કમલીવાડા ગામની સીમમાંથી ઝડપી પાડી બાલીસણા પોલીસને સોપ્યો હતો.
દુષ્કર્મ ગુનામાં સુજનીપુર સબજેલમાં આ આરોપી સજા કાપી રહ્યો હતો જેની તબીયત લથડતા ધારપુર હોસ્પિટલ ખસેડાયો હતો. સુજનીપુર સબજેલના આરોપી ઠાકોર મહેશજી ઉર્ફે વિનાજી કેલાજી (ઉ.વ.23) ધારપુર સિવિલમાંથી પોલીસની નજર ચુકવી નાશી છુટ્યો હતો.
આ પણ જુઓ : ફ્રાન્સે ઇસ્લામી આતંકવાદ સામે યુદ્ધ જાહેર કર્યું
ત્યારબાદ આ મામલે બાલીસણા પોલીસ મથકે ગુનો નોંધી જિલ્લા પોલીસે આરોપીની શોધ ખોળ શરુ કરી હતી. ત્યારે બાતમીના આધારે પાટણ એલસીબી પોલીસે આરોપીને પાટણ તાલુકાના કમલીવાડા ગામની સીમમાં નદીના પટમાંથી ઝડપી લઇ બાલીસણા પોલીસને સોપ્યો હતો. પુછપરછ દરમિયાન આરોપી બીક ડરી બને ભાગી ગયો હોવાનુ જણાવ્યુ હતુ.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.