Nikita Tomar
હરિયાણામાં નિકિતા તોમર (Nikita Tomar) ની સરેઆમ ગોળી મારીને કરાયેલી હત્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ મામલે રવિવારે બોલાવાયેલી મહાપંચાયતમાં આવેલા લોકોએ નિકિતાના હત્યારાઓને ફાંસી આપવાની માંગ સાથે હંગામો શરુ કરી દીધો હતો.
આ દરમિયાન લોકોએ પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસે લાઠીચાર્જ કરીને ભીડને વીખેરી કાઢી હતી. મળતી માહિતી મુજબ મહાપંચાયત 36 સમુદાયો દ્વારા બોલાવવામાં આવી હતી. કેટલાક લોકોએ બેઠકમાંથી ઉભા થઈને રસ્તો જામ કરી દીધો હતો. કેટલાક તત્વોએ પોલીસ પર પથ્થરમારો શરુ કરી દીધો હતો. ત્યારબાદ ભાગદોડ શરુ થઈ જતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જવાબમાં ટોળાએ આગચંપી પણ કરી હતી.
આ પણ જુઓ : યુવતીના નામે ફેક એકાઉન્ટ બનાવી તેની બહેનને કર્યા બિભત્સ મેસેજ
નિકિતાના પરિવારજનોનો આક્ષેપ છે કે, હત્યારો તૌસિફ નિકિતાને ધર્મપરિવર્તન કરીને લગ્ન માટે દબાણ કરી રહ્યો હતો. આ મામલે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યુ છે કે, આ હત્યાકાંડની જેટલી નિંદા કરવામાં આવે તેટલી ઓછી છે. આ મામલાને લવ જેહાદ સાથે જોડવામાં આવી રહ્યો છે. તેમજ સરકાર તેને ગંભીરતાથી લઈ રહી છે. પોલીસે ત્રણ યુવકોની ધરપકડ પણ કરી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.