મુંગેર વિસર્જન યાત્રામાં ફાયરિંગ કરનાર પોલીસ કર્મીઓ સામે હત્યાનો ગુનો દાખલ

Bihar
- Advertisement -

This browser does not support the video element.

Bihar

બિહાર (Bihar)ના મુંગેરમાં દુર્ગા વિસર્જન યાત્રા પર ફાયરિંગ કરનારા પોલીસ કર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ ફાયરિંગમાં ભોગ બનનાર યુવક અનુરાગ પોદ્દારના પિતાના નિવેદનના આધારે આ કેસ કરવામાં આવ્યો છે.

વિસર્જન યાત્રા દરમિયાન અંગ્રેજોની જેમ જ મુંગેર પોલીસે ભાવિકો પર ફાયરિંગ કર્યો હતો.જેમાં અનુરાગનુ મોત થયુ હતુ. અનુરાગ પોદ્દારના પિતાએ પોલીસકર્મીઓ પર પોતાના પુત્રની હત્યાનો આરોપ લગાવતા કહ્યુ છે કે, પોલીસે ચલાવેલી ગોળીથી મારા પુત્રનુ મોત થયુ હતુ.

આ પણ જુઓ : નિકિતા તોમરની હત્યાના વિરોધમાં લોકોનો પોલીસ પર પથ્થરમારો

આ મામલે તંત્રે કોઈ કાર્યવાહી ન કરતા લોકોનો આક્રોશ ભડકયો હતો અને લોકોએ પોલીસ મથકને આગ ચાંપી દીધી હતી. ત્યારબાદ ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર અને મુંગેર પોલીસ વડાને જિલ્લામાંથી હટાવવાનો આદેશ આપ્યો હતો.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.