Kankaria
કાંકરિયા (Kankaria) લેક કોરોના મહામારીના લીધે છેલ્લા સાત મહિનાથી બંધ હતું.જે હવે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી 1 તારીખથી સમગ્ર કાંકરિયા પરિસર ખુલ્લું મુકવામાં આવશે. ત્યારે આજથી કાંકરિયા લેક ફ્રન્ટની તમામ એક્ટિવિટી શરૂ કરવામાં આવી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હાલ કાંકરિયા ખાતે સાફસફાઇ સહિતની કામગીરી કરવામાં આવી હતી.
કાંકરિયા ખાતે એક કલાકમાં 1 હજાર લોકોને જ પ્રવેશ આપવામાં આવશે તેમજ ફૂડ સ્ટોલ માટે ટેક અવે સિસ્ટમ રહેશે. જો ભીડ વધશે તો લેક બંધ કરવામાં આવશે. હાલ ફક્ત ઝુ, કાંકરિયા પરિસર અને બટરફલાય પાર્ક જ ખોલવામાં આવ્યા છે.
આ પણ જુઓ : નિકિતા તોમરની હત્યાના વિરોધમાં લોકોનો પોલીસ પર પથ્થરમારો
અનલોકની સ્થિતિમાં કાંકરિયા લેક ખાતે કોરોનાની ગાઇડલાઇન સાથે કાંકરિયા લેકફ્રન્ટમાં બાળકો માટે રાઇડ્સ, લેસર-શો, નોકરેટલ-ઝુ અને બોટિંગ શરૂ થશે. બલૂન, નાની રાઈડ્સ, ફૂડ કોર્ટ અને ફૂડ સ્ટોલ ચાલુ થશે. આ દરમિયાન મુલાકાતીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. લાયન્સ ધરાવતી રાઇડ્સ શરૂ થઇ શકશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.