સસ્તા અનાજની દુકાનમાંથી રેશનિંગ કાર્ડ ધારકોને અનાજ મેળવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારો ગરીબોનું સસ્તું અનાજ બારોબાર વેચીને કૌભાંડ આચરી રહ્યા છે.
પુરવઠા વિભાગ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી ન કરાતા જાગૃત નાગરિક દ્વારા ઝોન 5 સ્ક્વૉડને અનાજની હેરાફેરીની બાતમી આપવામાં આવી હતી. જે આધારે નરોડા બાદ હવે ઓઢવમાં ફરી એક વખત સરકારી અનાજને ગેરકાયદે વેચવાનુ કૌંભાંડ સામે આવ્યુ છે.
ઝોન 5ના સ્ક્વોડે 2500 કિલો અનાજનો જથ્થો કબ્જે કર્યો છે. સાથે 3 આરોપી સંદિપ જૈન, રમેશ ગીદવાણી અને જયંતી વછેટા વિરુધ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી છે.
આરોપીઓ અમરાઇવાડીમાં આવેલા ગાયત્રી પ્રકાશ સસ્તા અનાજની દુકાનમાંથી જથ્થો ભરીને નરોડા GIDCમાં સ્વામિનારાયણ ટ્રેડિંગ કૉ કંપનીમાં આપવા જતા હતા. પરંતુ પોલીસે બાતમીના આધારે અનાજના જથ્થા સાથે આરોપીને ઝડપી લીધા.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.
હાલ તો ઓઢવ પોલીસે 2500 કિલો ઘઉં રેશનિંગની દુકાનના છે કે કેમ તે અંગે પુરવઠા વિભાગના અધિકારીઓને બોલાવી ખરાઈ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. ત્યારે જો ઓઢવ પોલીસ દ્વારા આ અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો