Surat

સુરત (Surat) ના પાંડેસરા વિસ્તારમાં એક ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરાની ભીડભંજન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં લોખંડના બાકડા પર સુવા જેવી નજીવી બાબતને લઇ ઘર નજીક રહેતા બે શખ્સોને જાનથી મારી નાખવાના ઇરાદે યુવકને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. પાંડેસરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. 

પાંડેસરા ભીડભંજન આવાસની બાજુમાં આશાપુરી સોસાયટી -3 પ્રમોદભાઇ મુશાભાઇ વિશ્વાસ પરિવાર સાથે રહે છે. થોડા દિવસો અગાઉ ઘર નજીક દિપક ગુપ્તા અને કિશનસિંગ નામના બે ઇસમો સાથે રેસ્ટોરન્ટની આગલ લોખંડના બાકડા પર સુવા બાબતે પ્રમોદ વિશ્વાસનો ઝગડો થયો હતો.

આ મુદ્દે અવારનવાર ઝગડો થતો રહેતો હતો. શનિવારે રાત્રે પ્રમોદ વિશ્વાસ બાકડા પર સુતા હતા. તે દરમિયાન દિપક અને કિશન ત્યાં આવી પ્રમોદ અને વિશ્વાસ સાથે ઝગડો કરી તેમને જીવતા સળગાવી દેવાની ધમકી આપી હતી.

આ પણ જુઓ : શિક્ષકે ગૃહકાર્યના બદલે ગ્રુપમાં નાખી અશ્લીલ તસ્વીરો

તે જ દિવસે મોડી રાત્રે એકાદ વાગ્યાનાં અરસામાં પ્રમોદ વિશ્વાસ બાકડા પર સુતા હતા. ત્યારે દિપક અને કિશન સિંગે ત્યાં પહોંચી તેને જાનથી મારી નાખવાના ઇરાદે વિશ્વાસને આગ ચાંપી દીધી હતી. પ્રમોદને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024