French airstrikes
ફ્રાંસ સરકારે કહ્યુ હતુ કે, શુક્રવારે માલીના સરહદી વિસ્તારમાં બે મિરાજ લડાકુ વિમાનો અને એક હથિયારધારી ડ્રોનને ઉપયોગ કરી આ હુમલો (French airstrikes) કરવામાં આવ્યો હતો. ડ્રોન દ્વારા આ વિસ્તારમાં મોટર સાયકલના મોટા કાફલાને સ્પોટ કરવામાં આવ્યો હતો અને એ પછી ઓપરેશન અમલમાં મુકવામાં આવ્યુ હતુ.
એ પછી મિરાજ લડાકુ વિમાનો અને મિસાઈલથી સજ્જ ડ્રોનને એટેક માટે મોકલવામાં આવ્યુ જેમણે આંતકીઓ પર મિસાઈલ્સ અને બોમ્બ વરસાવ્યા હતા.આ હુમલામાં 50 આતંકીઓ માર્યા ગયા હોવાનો અંદાજ છે.
આ પણ જુઓ : શિક્ષકે ગૃહકાર્યના બદલે ગ્રુપમાં નાખી અશ્લીલ તસ્વીરો
ફ્રાંસની સેનાના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, આ આતંકીઓ સેના પર હુમલાની યોજના બનાવી રહ્યા હતા. ફ્રાંસ દ્વારા ઈસ્લામિક સ્ટેટના આતંકીઓને પણ નિશાન બનાવાઈ રહ્યા છે.આ માટે ફ્રાંસના 30000 જવાનો કાર્યરત છે.
માલીમાં શાંતિ સ્થાપવા માટે યુએન દ્વારા 13000 સૈનિકોની તૈનાતી કરવામાં આવી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

