UGC
સરકાર દ્વારા દિવાળી બાદ શાળા અને કોલેજ એકસાથે શરૂ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. દિવાળી વેકેશન બાદ પ્રથમ તબક્કામાં ધોરણ 9 થી 12 નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવી શકે છે. જે મામલે અધિકારીઓને એસઓપી તૈયાર કરવા માટે સૂચના આપી દેવામાં આવ્યા છે.
ઉપરાંત યુજીસી (UGC) દ્વારા કોલેજો શરૂ કરવા બાબતે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ગાઇડલાઇન મુજબ કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે આરોગ્ય સેતુ એપ જરૂરી રહેશે. તેમજ કન્ટેનમેન્ટ ઝોન બહાર આવતી કોલેજો શરૂ કરી શકાશે. કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓને કોલેજ ન આવવા માટે નિર્દેશ કરવામાં આવશે.
આ પણ જુઓ : ઓનલાઈન ક્લાસ પૂરો થયા બાદ તરત પાંચમા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા
વિદ્યાર્થીઓ માટે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને વારંવાર હાથ ધોવા તથા સેનિટાઈઝ કરવું જરૂરી રહેશે. કોલેજમાં પ્રવેશતા સમયે સ્ટાફ અને વિદ્યાર્થીઓના સ્ક્રીનીંગ અને ડિઝાઇન્ફેક્શન પ્રક્રિયા ફરજિયાત રહેશે. ઉપરાંત કોલેજોમાં વિદ્યાર્થીઓને નિર્દેશ આપતા પોસ્ટર પણ લગાવવા પડશે.
આ પણ જુઓ : બિહારમાં દરભંગામાં અપક્ષ ઉમેદવાર પર કર્યો ગોળીબાર
કોઈ પણ સમયે 50 ટકા કરતા વધુ વિદ્યાર્થીઓને ન બોલાવવાનો પણ ગાઈડલાઈનમાં ઉલ્લેખ કરાયો છે. તેમજ ઘરે રહી ભણવા માંગતા વિદ્યાર્થીઓને ઓનલાઇન મટીરિયલ કોલેજ દ્વારા આપવાનું રહેશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.