Maharashtra
સાધુઓ અને મહારાષ્ટ્ર (Maharashtra) રાજ્ય સરકાર વચ્ચે મહારાષ્ટ્રની કૂળદેવી મનાતાં તુળજા ભવાની મંદિર ખોલવાના મુદ્દે ખેંચતાણ શરૂ થઇ હતી. ભાજપની આધ્યાત્મિક સમન્વય સમિતિના અધ્યક્ષ અને સાધુ તુષાર ભોંસલેએ થોડા દિવસ પહેલાં રાજ્ય સરકારને એવી ચેતવણી આપી હતી કે રાજ્યનાં મંદિરો ખોલો અથવા મને કૂળદેવી તુળજા ભવાનીના દર્શન કરવા દો.
ઉપરાંત કહ્યું હતું કે મારી માગણી નહીં સ્વીકારાય તો હું તુળજા ભવાની મંદિરના પ્રાંગણમાં આમરણ ઉપવાસ કરીશ. ઉસ્માનાબાદમાં આવેલા તુળજા ભવાની મંદિરની આસપાસ રાજ્ય સરકારે 144મી કલમ લાગુ પાડી દીધી હતી.
આ પણ જુઓ : દિલ્હીમાં તમામ પ્રકારના ફટાકડા બનાવવા કે ફોડવા પર પ્રતિબંધ
મહારાષ્ટ્ર સંત સમાજે પણ રાજ્ય સરકારને ચેતવણી આપી હતી કે 24 કલાકમાં આ મુદ્દે કોઇ નિર્ણય નહિ લેવાય તો સાધુસંતો આંદોલન કરશે. આ બાબતને લઇ રાજ્ય સરકારે એવી દલીલ કરી હતી કે મંદિરોમાં ભીડ થવાથી કોરોનાના કેસ વધી જવાની શક્યતા છે.
તુળજા ભવાની મંદિરની આસપાસ 300 મીટર સુધીના વિસ્તારમાં આજે મધરાત સુધી 144મી કલમ લાગુ રહેશે એવું રાજ્ય સરકારના પ્રવક્તાએ કહ્યું હતું.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.