Gujarat
દેશમાં ગુજરાત (Gujarat) ને છોડી દરેક મહાનગરપાલિકાઓમાં એક વોર્ડ એક બેઠક પ્રમાણે ચૂંટણી થાય છે. માત્ર ગુજરાતની મહાનગરપાલિકાઓમાં જ એક વોર્ડમાં ચાર બેઠકો પ્રમાણે ચૂંટણી થાય છે. જે મામલે વડોદરા કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર રાવતે સુપ્રીમ કોર્ટમાં માંગ કરી હતી કે, ગુજરાતમાં પણ એક વોર્ડ એક બેઠક પ્રમાણે ચૂંટણી થવી જોઈએ.
આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થઇ હતી. જેમાં 24 નવેમ્બરે અંતિમ સુનવણી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા નવી પિટિશનમાં જવાબ આપવા માટે આજનો ચુકાદો મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ જુઓ : વડોદરા PCB એ બોગસ માર્કશીટનું કૌભાંડ ઝડપી પાડ્યું
જેની સામે નરેન્દ્ર રાવતના સિનિયર કાઉન્સિલ કબિલ સિબ્બલે લેખિતમાં વાંધો લઇ અને પત્ર આપ્યો. જેમાં દલીલ કરવામાં આવી કે આ પિટિશન ચૂંટણી માટે મહત્વની પિટિશન જેમાં સીમાંકન સહિત એકથી વધારે મુદ્દાઓ સામેલ છે. જ્યારે જૂની 2015ની પિટિશનની ફક્ત સુનવણી જ બાકી છે તો અંતિમ સુનવણી કરવા દલીલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર 24 નવેમ્બર સુધીમાં જવાબ આપે કે ના આપે ફાઇનલ સુનવણી કરવાનો નિર્ણય કર્યો છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.