વડોદરા PCB એ બોગસ માર્કશીટનું કૌભાંડ ઝડપી પાડ્યું
Vadodara
વડોદરા (Vadodara) પોલીસે ફરી એકવાર બોગસ માર્કશીટનું મસમોટુ કૌભાંડ ઝડપી પાડ્યું છે. વડોદરા પીસીબી પોલીસ સટ્ટા બેટિંગની બાતમીના આધારે રેડ પાડવા પહોંચી અને સ્થળ પરથી સટ્ટાબેટિંગ કરતો ધોરણ 10 નાપાસ આદિલ ચીનવાલા નામનો શખ્સ ઝડપાયો.
ત્યારબાદ આદિલના ફોનની તપાસ કરતાં ફોનમાંથી મોટી માત્રામાં બોગસ માર્કશીટ અને બોગસ સર્ટિફિકેટ મળી આવ્યા હતા. પોલીસે આદિલની કડકાઈથી પૂછપરછ કરતાં સટ્ટાબેટિંગ સાથે સાથે બોગસ માર્કશીટનું કૌભાંડ પણ હાથ લાગ્યું. ત્યારબાદ બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવનારા જીગર ગોગરા મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી. પોલીસને આરોપી નોયલના ઘરેથી અલગ અલગ સ્કૂલ અને યુનિવર્સિટીની બોગસ માર્કશીટ અને ટ્રસ્ટના સર્ટિફિકેટ મળી આવ્યા છે.
આ પણ જુઓ : ‘ઓપરેશન અર્નબ’ માટે બનાવી હતી સભ્યોની ટીમ
મહારાષ્ટ્ર બોર્ડ ઓફ હાયર સેકન્ડરી અને રાજસ્થાન સ્ટેટ ઓપન સ્કૂલ ધોરણ 12 તેમજ ડોક્ટર ભીમરાવ આંબેડકર વિશ્વવિદ્યાલય આગ્રાનું બેચલર ઓફ કોમર્સનું બોગસ સર્ટિ અને માર્કશીટ મળી કુલ 30 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિદ્યાર્થીઓનું અલગ અલગ ટ્રસ્ટમાં એડમીશન કરાવતો હોવાનું સામે આવ્યું છે. બોગસ માર્કશીટ અને બોગસ સર્ટિફિકેટના આધારે અભ્યાસ માટે વિદેશ પણ મોકલતો.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.