Online News Portal
દેશભરમાં ન્યૂઝના નામે પ્રાઈવેટ વેબસાઈટ્સ અનેક ખોટા અને ભ્રામક તથ્યો લોકો સામે રજુ કરે છે જેનાથી સમાજમાં ખોટી માહિતી પહોંચે છે તેમજ તેનો ખોટો અને જોખમી પ્રભાવ પણ લોકો પર પડે છે. જેથી હવે મોદી સરકારે ફેક ન્યૂઝ પર લગામ લગાવા માટે મોટું પગલું ભર્યું છે.
મોદી સરકારના નિર્ણય મુજબ હવે હિન્દુસ્તાનમાં ચાલતા ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ (Online News Portal) અને ઓનલાઈન કન્ટેન્ટ પ્રોગ્રામ હવે સૂચના અને પ્રસારણ મંત્રાલય હેઠળ આવશે. જેનું નોટિફિકેશન કેન્દ્ર સરકાર તરફથી આજે બહાર પાડવામાં આવ્યું છે.
Government issues order bringing online films and audio-visual programmes, and online news and current affairs content under the Ministry of Information and Broadcasting. pic.twitter.com/MoJAjW8fUH
— ANI (@ANI) November 11, 2020
આ પણ જુઓ : ગુજરાતમાં ફરી આવી શકે છે પીએમ મોદી, આજે ગૃહમંત્રી ગુજરાતની મુલાકાતે
હાલમાં ડિજિટલ કન્ટેન્ટના નિયમો માટે કોઈ કાયદો કે પછી સ્વાયત્ત સંસ્થા નથી. કેન્દ્ર સરકારે બુધવારે ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ્સ, ઓનલાઈન કન્ટેન્ટ પ્રોવાઈડર્સને સૂના અને પ્રસારણ મંત્રાલય હેઠળ લાવવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.
કેન્દ્રની મોદી સરકારે નોટિફિકેશન બહાર પાડીને કહ્યું કેઓનલાઈન ફિલ્મો, ઓડિયો-વિઝ્યૂઅલ્સ કાર્યક્રમો, ઓનલાઈન સમાચાર, અને કરન્ટ અફેર્સના કન્ટેન્ટન્ટને સૂચના અને પ્રસારણ મંત્રાલય હેઠળ લાવવાનો આદેશ અપાયો છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.