Home Minister

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, 30 નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી શકે છે. કચ્છના માંડવી ખાતે સોલાર એનર્જી પ્લાન્ટ શરુ કરાઈ રહ્યો છે. જે દુનિયાનો સૌથી મોટો પુનઃ પ્રાપ્ત ઉર્જા પાર્ક અને ડીસેનિલેશન પ્લાન્ટ છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી પોતાના ડ્રિમ પ્રોજેકટ સોલાર એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરશે.

ઉપરાંત ગૃહમંત્રી (Home Minister) અમિત શાહ આજે નવરાત્રિ બાદ આજે ફરીથી ગુજરાત આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ માટે કચ્છની મુલાકાતે આવવાના છે. તેઓ ભૂજના મા મઢવાળીના દર્શન કરશે. ત્યારે બુધવારે ભુજ આવ્યા બાદ ગુરુવારે ધોરડો કાર્યક્રમમાં અને ત્યારબાદ દેશદેવીના દર્શનાર્થે માતાના મઢ જશે. 

આ પણ જુઓ : ઉર્વશી રૌતેલાએ ‘અરબ ફેશન વીક’માં પહેર્યો 37 કરોડનો ડ્રેસ

આજે સાંજે ગૃહમંત્રી ભૂજ પહોંચશે. જેમાં તેઓ ભૂજ અથવા તાલુકાના ધોરડોમાં રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ આવતીકાલે ગુરુવારે ધોરડો ખાતેના સરપંચ સંમેલનમાં ભાગ લેશે. દેવી મા આશાપુરાના મંદિર જશે, જેને લઇને માતાના મઢમાં પણ હેલીપેડ બનાવાયું છે. સરહદે વિવિધ એજન્સીઓ પણ સક્રિય કરી દેવાઈ છે. આ અંગે તંત્ર દ્વારા સત્તાવાર કોઇ જ કાર્યક્રમ જાહેર કરાયો નથી. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024