ISIS terrorists

દક્ષિણ આફ્રીકાના દેશ મોઝામ્બિકમાં ઈસ્લામિક સ્ટેટના આતંકી (ISIS terrorists) ઓએ 50 લોકોના માથા વાઢી નાખ્યા છે. ગામના એક ફૂટબોલ મેદાનમાં આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો છે. એટલુંજ નહિ મૃતકોના બોડીના નાના નાના ટુકડા કરીને જંગલોમાં ફેંકી દીધા.

આ ઘટના મોઝામ્બિકના કેબો ડેલગાડો રાજ્યના નાઝંબા ગામમાં ઘટી છે. 2017થી અત્યાર સુધીમાં આ વિસ્તારમાં ઈસ્લામિક આતંકીઓએ હજારો લોકોની હત્યા કરી નાખી છે. સીરિયાથી ભાગી આવેલા આતંકીઓ હવે અહીં કેર વર્તાવી રહ્યા છે. 

આતંકીઓના ડરથી લગભગ સાડા ચાર લાખ લોકો રાજ્ય છોડીને અલગ અલગ જગ્યાએ જતા રહ્યા છે. આતંકીઓએ આફ્રિકી દેશ મોઝામ્બિકના એક શહેરને પોતાની નવી રાજધાની જાહેર કરી છે. અહીં આવક ભેગી કરવા માટે ક્રુડ ઓઈલના ભંડારો પર કબજો જમાવી રહ્યા છે.

આ પણ જુઓ : Online News Portal અને Web Content પર મોદી સરકારનો મોટો નિર્ણય

ISISની આ દેશમાં એન્ટ્રી બાદ મહિલાઓના અપહરણની ઘટનાઓમાં વધારો થયો છે. કહેવાય છે કે ISISના આતંકીઓ મહિલાઓનું અપહરણ કરીને તેમને સેક્સ સ્લેવ બનાવી રહ્યા છે. ISISના આતંકીઓએ મોઝામ્બિકમાં અત્યાર સુધીમાં 1500થી વધુ લોકોની હત્યા કરી છે.   

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024