Taliban
તાલિબાની (Taliban) આતંકીઓએ 33 વર્ષની મહિલા પોલીસ અધિકારીને પોલીસ સ્ટેશનમાં કામ કરવાની સજા આપતા આતંકીઓે મહિલાની આંખો ચાકુ મારીને ફોડી નાંખી હતી અને બાદમાં તેને ગોળી મારી દીધી હતી. જોકે આસપાસના લોકોએ મહિલાને સમયસર હોસ્પિટલમાં પહોંચાડતા તેનો જીવ બચી ગયો છે.
આ મહિલા પોલીસ અધિકારી ગજની પ્રાંતના પોલીસ મથકમાં નોકરી કરતી હતી. ત્રણ મહિના પહેલા જ ક્રાઈમ બ્રાન્ચમાં તેની નિમણૂંક કરવામાં આવી હતી.
આ પણ જુઓ : Online News Portal અને Web Content પર મોદી સરકારનો મોટો નિર્ણય
તાલિબાનના અત્યાચારનો ભોગ બનેલી મહિલા પોલીસ અધિકારીનુ કહેવુ છે કે, મારા પિતા મારી નોકરીના વિરોધમાં હતા. હું જ્યારે પણ ડ્યુટી પર જતી ત્યારે મારા પિતા મારી પાછળ આવતા હતા. એટલું જ નહિ સ્થાનિક તાલિબાનો તેમણે સંપર્ક કરીને મને નોકરી પર આવતા રોકવા માટે કહ્યુ હતુ.
ગજની પ્રાંતના પોલીસ પ્રવક્તાના કહેવા પ્રમાણે મહિલા અધિકારી પર કરાયેલ હુમલા પાછળ તાલિબાનનો હાથ છે અને તેના પિતાને પણ કાવતરુ રચવા બદલ પકડવામાં આવ્યા છે. તાલિબાને આ ઘટનાને પારિવારિક મામલો ગણાવી પોતાની સંડોવણી હોવાનો ઈનકાર કર્યો છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.