Israel
ઇઝરાયેલે (Israel) હંમેશની જેમ ચૂપચાપ પોતાનું મિશન અમલમાં મૂક્યું હતું અને અલ કાયદાના નંબર ટુ ગણાતા અબુ મુહમ્મદ અલ મસરી (મૂળ નામ અબ્દુલ્લા અમહદ અબ્દુલ્લા)ને ઇરાનની અંદર ઘુસીને ઠાર કર્યો હતો. આ આતંકવાદી અગાઉ અમેરિકી રાજદૂતાવાસ પર હુમલો કરવા માટે જાણીતો હતો.
1998માં આફ્રિકામાં આવેલી અમેરિકી રાજદૂતાવાસની કચેરી પર હુમલો કરીને રાજદૂતની ક્રૂર હત્યા કરવાની આતંકવાદી ઘટનાનો સૂત્રધાર આ અલ મસરી હતો. આ માણસ અત્યંત ઘાતકી અને ક્રૂર હતો. આ હુમલામાં 224 વ્યક્તિનાં મરણ થયાં હતાં અને બીજા ઘણાને ઇજા થઇ હતી.
આ પણ જુઓ : જમ્મુ કશ્મીરના 33 નેતાઓની વિદેશયાત્રા પર પ્રતિબંધ
આખરે એને આ વર્ષના ઑગષ્ટમાં શોધી કાઢવામાં આવ્યો હતો. એને એની પુત્રી મરિયમને ઠાર કરવામાં આવ્યો હતો. આમ સતત બાવીસ વર્ષ પછી અમેરિકાએ ઇઝરાયેલની મદદથી અલ મસરીને ઠાર કર્યો હતો.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.