Pratik Gandhi
SonyLIV પર રિલીઝ થએલી ‘સ્કેમ 1992- ધ હર્ષદ મહેતા સ્ટોરી’ વેબ સિરીઝમાં પ્રતિક ગાંધી (Pratik Gandhi) એ મુખ્ય ભૂમિકા ભજવી છે અને આ માટે તેના ખુબ વખાણ પણ થઈ રહ્યા છે.
પ્રતિક ગાંધીની વેબ સિરીઝ ‘સ્કેમ 1992-ધ હર્ષદ મહેતા’ સ્ટોરીમાં પ્રતિકના શાનદાર અભિનયને જોઈ પેન સ્ટુડિયોએ પ્રતિક ગાંધીને પોતાની આગામી ફિલ્મ ‘રાવણ લીલા’ માં મુખ્ય અભિનેતાની ભૂમિકામાં સાઈન કર્યો છે. પ્રતિક ગાંધીએ પોતાના ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટના માધ્યથી લોકોને આ શુભ સમાચાર જણાવ્યા છે.
આ પણ જુઓ : ઇઝરાયેલે ઇરાનમાં ઘુસીને અલ કાયદાના નેતા અલ મસરીને ઠાર કર્યો
પ્રતિક ગાંધીએ લખ્યું છે કે, ‘આ દિવાળી મારા માટે જબરદસ્ત બોનસ લઈને આવી છે. મે મારી પહેલી હિન્દી ફિચર ફિલ્મ સાઈન કરી છે. જેનું નામ રાવણ લીલા છે. આ ફિલ્મને હાર્દિક ગજ્જર ડાઈરેક્ટ કરશે.’
પેન સ્ટુડિયોના માલિક જયંતિ લાલે રાવણ લીલા અંગે વાત કરતા કહ્યું કે, ‘આ ફિલ્મની વાર્તા એકદમ નવી છે. આ કન્ટેન્ટ ડ્રિવન ફિલ્મ છે. જેમાં શાનદાર મ્યૂઝિક અને જબરદસ્ત પરફોર્મન્સ હશે. અમે આ ફિલ્મને લઈને ખુબ એક્સાઈટેડ છીએ.’
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.