Narhari Amin

અત્યાર સુધીમાં ભાજપ-કોંગ્રેસના અનેક નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે ત્યારે ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત થયા છે. ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તથા ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન (Narhari Amin) કોરોના પોઝિટિવ આવ્યા છે.

તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યાં છે. નરહરિ અમીને ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

આ પણ જુઓ : સુરત વરાછાની પરિણીતાને અંગત વીડિયો Viral કરવાની ધમકી આપતા FIR

નરહરિ અમીને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કોરોનાના શરૂઆતી લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે બાદ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત બરાબર છે, પરંતુ ડોક્ટરની સલાહથી યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ થયો છું. મારી વિનંતી છે કે છેલ્લા કેટલાક દિવસમાં મારા સંપર્કમાં આવેલા લોકો પોતાનો કોરોના ટેસ્ટ કરી લે તેમજ પોતાને આઇસોલેટ કરી લે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024