Soumitra Chatterjee
બંગાળી એકટર સૌમિત્ર ચેટર્જી (Soumitra Chatterjee) નું 85 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હોવાથી હોસ્પિટલમાં દાખલ હતા. સૌમિત્ર ચેટર્જીને લાઇફ સિસ્ટમ સપોર્ટ ઉપર રાખવામાં આવ્યા હતા. તેઓ સારવારને કોઇ રિસપોન્સ આપતા નહોતા. છેલ્લે 15 નવેમ્બરના રોજ બપોરે 12:15 કલાકે તેમણે છેલ્લા શ્વાસ લીધા છે.
સૌમિત્ર ચેટર્જી કોરોના પોઝિટિવ થયા બાદ તેમને 6 ઓક્ટોબરે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ કોરોનાથી તો રિકવર થઇ ગયા હતા પરંતુ કોવિડ એન્સેફૈલોપૈથીના કારણે તેમના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડી હતી. ન્યૂરોલોજી, નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, ક્રિટિકલ કેયર મેડિસિનના નિષ્ણાંતોની એક મોટી ટીમ છેલ્લા 40 દિવસોથી સૌમિત્ર ચેટર્જીના સ્વાસ્થ્ય ઉપર નજર રાખતા હતા, પરંતુ તેમાં કોઇ સુધારો થયો નહીં.
આ પણ જુઓ : સુરત વરાછાની પરિણીતાને અંગત વીડિયો Viral કરવાની ધમકી આપતા FIR
સૌમિત્ર ચેટર્જી 1559માં ફિલ્મ અપુર સંસારથી પોતાના કરીયરની શરુઆત કરી હતી. સૌમિત્રએ ઓસ્કાર વિનિંગ ડાયરેક્ટર સત્યજીત રે સાથે 14 ફિલ્મોમાં કામ કર્યુ છે. સૌમિત્ર ચેટર્જીને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.