BrahMos missile

BrahMos missile

ભારતે આજે આંદામાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં લેન્ડ એટેક વર્ઝન બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ (BrahMos missile)નું સફળ પરીક્ષણ કર્યું. બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલને આજે સવારે 10 વાગે એક દ્વીપને ટાર્ગેટ કરીને છોડવામાં આવી અને તેણે સફળતાપૂર્વક પોતાના લક્ષ્યાંકને તબાહ કરી નાખ્યો.

આ પરીક્ષણ ભારતીય સેના દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં DRDO દ્વારા વિક્સિત મિસાઈલ સિસ્ટમના અનેક રેજિમેન્ટ છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની મારક ક્ષમતા હવે 400 કિમી સુધી વધારવામાં આવી છે. હાલ ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ છે અને આવા સમયે ભારતનું આ મિસાઈલ પરીક્ષણ ચીનને કડક સંદેશ તરીકે ગણવામાં આવી રહ્યું છે. 

આ પણ જુઓ : અમદાવાદ શહેરમાં આવતા ભારે વાહનો પર મૂક્યો પ્રતિબંધ

ભારત મિસાઈલથી દૂર સુધી માર કરવાની પોતાની ક્ષમતા વધારવા માટે બુધવારે અનેક બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ કરશે. આ પરીક્ષણ પશ્ચિમ બંગાળ પાસે હિન્દ મહાસાગરના વિસ્તારમાં કરવામાં આવશે. તેમા જમીન અને સમુદ્રથી લક્ષ્યાંકોને નિશાન બનાવવામાં આવશે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024