NCB

NCB

મહારાષ્ટ્રમાં મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં રવિવારે રાતે ડ્રગ્સ પેડલર્સના એક ગ્રુપે NCBના ઝોનલ ડાઈરેક્ટર સમીર વાનખેડે અને ટીમના કુલ 5 સભ્યો પર જીવલેણ હુમલો કર્યો. જેમાં NCBના બે અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા. આ મામલે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

NCBના ઝોનલ ડાઈરેક્ટર સમીર વાનખેડે અને તેમની ટીમ ડ્રગ પેડલરને પકડવા માટે ગઈ હતી. ત્યારે તે સમીર સહિત NCB ટીમના 5 સભ્યો પર જીવલેણ હુમલો થયો. લગભગ 60 લોકોની ભીડે NCBની ટીમ પર હુમલો કર્યો. જો કે હવે મુંબઈ પોલીસની મદદથી સ્થિતિને કાબૂમાં કરી લેવાઈ છે.

આ પણ જુઓ : સુરતમાં બાળકનું અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યો

NCBની ટીમ જે ડ્રગ પેડલરને પકડવા ગઈ હતી તેનું નામ કેરી મેન્ડિસ છે. કેરી મેન્ડિસને તેના 3 સાથીઓ સાથે પોલીસે દબોચી લીધો છે. આ ચાર શખ્સ વિરુદ્ધ IPCની કલમ 353 હેઠળ કેસ દાખલ કરાયો છે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024