Corona vaccine trial

Corona vaccine trial

ગુજરાતમાં કોરોનાની વેક્સીન કોવેક્સીન (covaxine) આવી ગઈ છે. રસીને ડીપફ્રીઝમાં માઈનસ 2થી8 ડિગ્રી ટેમ્પરેચરમાં રાખવામાં આવી છે. ભારત બાયોટેક કંપની દ્વારા બનાવાયેલી આ કોવેક્સીનની ટ્રાયલ (Corona vaccine trial) આજથી સવારે 9.30 વાગ્યાથી અમદાવાદ સોલાની સિવિલ હોસ્પિટલમાં શરૂ કરાશે. ટ્રાયલ માટે 25 લોકોએ સોલા સિવિલ ખાતે નામ નોંધાવ્યા છે.

સિવિલમાં રસીના કુલ 500 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી રોજ 20 તંદુરસ્ત લોકોને રસી અપાશે. તાલીમ મેળવેલ તબીબો જ રસીને આપી શકશે. રસી આપવા માટે ખાસ ક્લિનિકલ ટ્રાયલ રૂમ બનાવાયો છે. વિવિધ રોગના 25 ટકા દર્દી અને અન્ય વોલન્ટિયર્સ 75 ટકા હશે. વોલન્ટિયર્સ પહેલીવાર આવે ત્યારે જરૂરી ટેસ્ટ પછી રસીનો પહેલો ડોઝ અપાશે. ત્યારબાદ મહિના પછી બીજો ડોઝ અપાશે. રસી મૂકાવનારાઓના નામ ગુપ્ત રાખવામાં આવશે. રસી લેનારાઓનું એક વર્ષ સુધી ફોલોઅપ લેવાશે. 

આ પણ જુઓ : સંશોધકો મુજબ 70 ટકા લોકોએ સતત માસ્ક પહેરી રાખ્યો હોત તો કોરાના કાબૂમાં રહેત

હોસ્પિટલમાં 1 વર્ષ સુધી રસીનું ટ્રાયલ ચાલશે. વોલન્ટિયર્સ તરીકે 16 થી 60 વર્ષની વચ્ચેના કોઈપણ પુરુષ કે મહિલા નામ નોંધાવી શકે છે. ક્લિનિકલ ટ્રાયલમાં વોલન્ટિયર્સની જરૂરી તમામ તપાસ અને તેમની લેખિત મંજૂરી પછી જ રસીનો પહેલો ડોઝ અપાશે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024