DyCM Nitin Patel
ગુજરાત અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાંમાં હાલ રાત્રિ કર્ફ્યૂ જાહેર કરાયો છે. જેને યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (DyCM Nitin Patel) પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી હતી કે, રાજ્યના મહાનગરોમાં વીક એન્ડમાં દિવસે પણ કર્ફ્યૂ લાદવાના અહેવાલો ચાલી રહ્યા છે. જે તદ્દન પાયાવિહોણા છે. હાલમાં દિવસનો કર્ફ્યૂ લાદવાની કોઇ જ શક્યતા નથી.
રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગનું તેમજ નાના લોકોના ધંધાનું પણ વિચારવાનું હોય છે માટે આવી કોઇ જ અફવામાં તમારે ના આવવું જોઇએ. સરકાર અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ અને સુરતમાં શનિ-રવિમાં દિવસનો કર્ફ્યૂ લાદવા અંગે વિચારણા ચાલી રહી હોવાની વાત તદ્દન પાયાવિહોણી છે.
આ પણ જુઓ : આજથી અમદાવાદમાં કોરોના વેક્સીનનું ટ્રાયલ શરુ
કોરોનાની મહામારી ને વધતી જોઈ લગ્નો અને જાહેર સમારંભોમાં પણ લોકોની સંખ્યા ઘટાડીને હવે 100 કરી દેવામાં આવી ચુકી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.