Accident
આજે સવારે ઉત્તર પ્રદેશના કૌશંબીમાં એક ભીષણ રોડ અકસ્માત (Accident) સર્જાયો. રસ્તાના કિનારે ઊભેલી સ્કોર્પિયો ગાડી પર એક લોડેડ ટ્રક પલટી જતા 8 લોકોએ જીવ ગુમાવ્યા. તેમાંથી બે લોકો હજુ પણ ગાડીમાં ફસાયેલા હોવાની આશંકા છે. ગાડીમાં ફસાયેલા ડેડ બોડીને બહાર કાઢવા માટે ક્રેન અને ગેસ કટરની મદદથી ટ્રકને હટાવવામાં આવી રહી છે.
The incident occured at around 3:30 am. There were 8 persons inside the Scorpio car on which the truck overturned. 7 people including the driver, died immediately. The truck had a tyre burst because of which it had overturned. Further probe is being conducted: DM, Kaushambi https://t.co/ljD2AD5sDU pic.twitter.com/yIRNiGAeKR
— ANI UP (@ANINewsUP) December 2, 2020
મળતી માહિતી મુજબ સ્કોર્પિયો ગાડી એક લગ્ન સમારોહમાંથી પાછી ફરી રહી હતી. જાન કોખરાજાના શહજાદપુરથી સિરાથૂમાં તૈનાત લેખપાલના ઘરેથી આવી રહી હતી. આ દરમિયાન સ્કોર્પિયોમાં મહિલાઓ અને બાળકો હતા. આ ગાડી દેવીગંજ ચાર રસ્તે ઊભી હતી. અચાનક ટ્રક તેના પર પલટી ગઈ. ઘટના સ્થળે હાલ ભારે સંખ્યામાં પોલીસ તૈનાત છે. અકસ્માત કડાધામ પોલીસ સ્ટેશન હદના દેવીગંજ ચાર રસ્તે થયો.
આ પણ જુઓ : રીક્ષા ચાલકે વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક છેડતી કરતા ફરિયાદ
કૌશંબાના ડીએમના જણાવ્યાં મુજબ આ અકસ્માત સવારે 3.30 વાગે થયો. ટ્રકનું ટાયર ફાટી જતા તે પલટી ખાઈ ગયો હતો. ઘટનામાં વધુ તપાસ ચાલુ છે. ગાડીમાં મહિલાઓ અને બાળકો હતા. ટ્રક કાર પર પલટી જતા ડ્રાઈવર સહિત 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા. જ્યારે એક મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.