Madhya Pradesh

Madhya Pradesh

મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના મોરેનામા ખેડૂતોના બે જૂથો વચ્ચે અથડામણની ઘટના બની. આ અથડામણ દરમિયાન ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો જેમાં એક ખેડૂતને ઇજા થઇ હતી. માથાભારે ખેડૂત સંખ્યાબંદ ગોળીબાર કરીને પોતાના ટ્રેક્ટર દ્વારા નાસી ગયો હતો.

સરાઇછોલા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પીઢાવલી ગીમમાં એપીએમસી માર્કેટમાં પીઢાવલી કો-ઓપરેટિવ સંસ્થા ટેકાના ભાવે બાજરો ખરીદી રહી હતી. બાજરો તોલવામાં ગોલમાલ થઇ રહ્યાનું લાગતાં સંબંધિત લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. એ સમયે ત્યાં આવી ચડેલા એક માથાભારે ખે઼ડૂતે એ સામે વાંધો લેતાં બોલાચાલી થઇ હતી. તે દરમિયાન ખેડૂતે પોતાની ગન વડે ગોળીબાર કરવા માંડ્યા હતા. 

આ પણ જુઓ : ગુજરાતમાં હવે રેપિડ-RTPCR નેગેટિવ આવે તો સ્વાઈન ફ્લૂનો ટેસ્ટ કરાવવો ફરજિયાત

ઘટનાની જાણ થતાં ટોચના પોલીસ અધિકારીઓ પોલીસ ટુકડી સાથે ત્યાં પહોંચી ગયા હતા. ઘટનાસ્થળેથી બે ખાલી કારતૂસ પોલીસને મળી હતી. વિડિયોના આધારે ગોળીબાર કરનારની ઓળખ મેળવીને એને પકડવાની કામગીરી હાથ ધરાઈ છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024