Corona vaccine
કોરોના વાયરસના સંકટ અને આવનારા સમયમાં વેક્સીન (Corona vaccine)ના વિતરણને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું કે કોરોનાની રસી આગામી કેટલાક અઠવાડિયામાં તૈયાર થઈ જશે. વિશેષજ્ઞો એ માની રહ્યા છે કે રસી માટે બહુ વધુ રાહ જોવી નહીં પડે.
પીએમ મોદીએ કહ્યું કે રસીના સ્ટોક અને રિયલ ટાઈમ ઈન્ફોર્મેશન માટે એક ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. કોવિડનું રસીકરણ અભિયાન વ્યાપક સ્તરે થશે. પીએમ મોદીએ કહ્યું કે એક્સપર્ટ માને છે કે આગામી કેટલાક અઠવાડિયામાં કોવિડ રસી તૈયાર થઈ જશે. પીએમ મોદીએ કહ્યું કે પહેલા તબક્કામાં હેલ્થ વર્કર્સ ત્યારબાદ ફ્રન્ટલાઈન વર્કર્સ અને વૃદ્ધો તથા ગંભીર બીમારીઓ સામે ઝઝૂમી રહેલા લોકોને રસી અપાશે.
આ પણ જુઓ : ગુજરાત હાઈકોર્ટના માસ્કના આદેશ પર સુપ્રીમકોર્ટે પ્રતિબંધ લગાવ્યો
બેઠક બાદ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે લગભગ આઠ વેક્સીન એવી છે જે ટ્રાયલના ચરણમાં છે અને જેનું ઉત્પાદન ભારતમાં જ થવાનું છે. ભારતની પોતાની 3 રસીની ટ્રાયલ અલગ અલગ તબક્કામાં છે. જેવું વૈજ્ઞાનિકો આપણને ગ્રીન સિગ્નલ આપશે કે ભારતમાં રસીકરણ અભિયાન શરૂ થઈ જશે.
ઉપરાંત પીએમ મોદીએ રાજકીય પક્ષોને કહ્યું કે આપણે કોશિશ કરવી જોઈએ કે રસીકરણ દરમિયાન અફવા ન ફેલાય. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર રસીની કિંમત અંગે રાજ્ય સરકારો સાથે વાતચીત કરી રહી છે. રસીની કિંમત અંગે નિર્ણય જન સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને કરાશે. રાજ્ય સરકારોની તેમા પૂરેપૂરી સહભાગિતા રહેશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.