ગુજરાત હાઈકોર્ટના માસ્કના આદેશ પર સુપ્રીમકોર્ટે પ્રતિબંધ લગાવ્યો

Love jihad

Supreme Court

ગુજરાત સરકારે માસ્ક અંગેના ગુજરાત હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં પહોંચી છે. ગુજરાત સરકારે માસ્ક ન પહેરવાના હાઈકોર્ટના અમલ અંગે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના માસ્કના આદેશ પર પ્રતિબંધ લગાવ્યો છે.

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ગાઈડલાઈનનુ પાલન કરવા નિર્દેશ આપ્યા છે. એસઓપીનું પાલન ચુસ્તપણે કરવા નિર્દેશ આપ્યા છે. પરંતુ માસ્ક ન પહેરતા લોકો સામે ગંભીરતાપૂર્વક કામગીરી કરવાનું કહ્યું છે. ગુજરાત સરકારે હાઈકોર્ટના માસ્ક ન પહેરનારને કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત સેવાના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જે મામલે આજે સુનવણી હાથ ધરાઈ હતી.

ગુજરાત સરકાર તરફથી સોલિસીટર જનરલે રજૂઆત કરી હતી. જેમાં તેઓએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, લોકો માસ્ક નથી પહેરતા એ વાત સાચી, પણ હાઈકોર્ટના આદેશને લાગુ કરવો શક્ય નથી. માસ્ક ન પહેરવાથી જે જોખમ છે તેના કરતાં વધુ જોખમ કોવિડ કેર સેન્ટરમાં કામ કરવાથી છે. સ્વયં શિસ્ત ન રાખવી એ આપણા કલ્ચરમાં છે. 

આ પણ જુઓ : 15 મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિન્યુએબલ એનર્જી પાર્કના ખાતમૂર્હત માટે કચ્છ આવશે

સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, નિયમો અને ગાઈડલાઈન છે, પણ તેનું પાલન થાય છે ખરું? સરકારમાં SOPનું પાલન કરાવવાની ઈચ્છા શક્તિ દેખાતી નથી. એટલે જ હાઈકોર્ટે આદેશ કરવો પડ્યો હતો. લગ્ન પ્રસંગ, મેળાવડામાં હજારો લોકો ભેગા થઈ રહ્યા છે. તમે કહો છો પ્રસંગો યોજવા સરકારની મંજૂરી જરૂરી છે અને સરકાર પ્રેસ કોન્ફરન્સ કરીને કહે છે કે કોઈ મંજૂરીની જરૂર નથી. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.