Dushyant Dave
સરકાર દ્વારા અમલ કરાયેલ કૃષિ બિલનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. જયારે હવે સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનના પ્રમુખ દૂષ્યંત દવે (Dushyant Dave) એ એવી જાહેરાત કરી હતી કે ખેડૂતોના કેસ હું મફત લડીશ. જયારે હવે પશ્નો ઉઠી રહ્યા છે કે ધારાશાસ્ત્રીએ સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારને પત્ર લખીને રિપબ્લિક ટીવી ચેનલના અર્ણબ ગોસ્વામીની જામીન અરજીને અગ્રતા કેમ આપી.
દૂષ્યંત દવેના આ અભિપ્રાયને ટાંકીને અન્ય એક ધારાશાસ્ત્રીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનના પ્રમુખ જ્યારે એમ કહેતા હોય કે આ કાયદા ખેડૂતોના હિતમાં નથી ત્યારે સરકારે આ મુદ્દે ફેરવિચાર કરીને કાયદા રદ કરવા જોઇએ.
આ પણ જુઓ : ગુજરાતમાં કોરોના વેક્સિનેશન માટે ટાસ્કફોર્સની રચના કરવામાં આવી
ખેડૂતોના આ આંદોલનને લઇ ખેડૂતોના પ્રતિનિધિઓ અને સરકાર વચ્ચે આજે મંત્રણાનો પાંચમો દોર શરૂથયો છે. ત્યારે ખેડૂતોના એક જૂથે એવી જાહેરાત કરી હતી કે શનિવારે અમે વડા પ્રધાનનું પુતળું બાળશું.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.