Corona Vaccination

Corona Vaccination

ગુજરાતમાં કોવિડ-૧૯ના વેક્સિનેશન (Corona Vaccination) માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે. રાજ્યના તમામ ૩૩ જિલ્લા અને ૨૪૮ તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફ ફોર્સની રચના કરવામાં આવી છે. એટલું જ નહીં, આ ટાસ્ક ફોર્સે જરૂરી આયોજન પણ કરી લીધું છે.

ગુજરાતમાં વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાએ ૬ વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ ૪૧ સ્ટોર અને છેક અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવા ૨,૧૮૯ કોલ્ડ ચેઇન પોઇન્ટ આજની પરિસ્થિતિએ ઉપલબ્ધ રાખવમાં આવ્યા છે તમામ સ્ટોર ખાતેના સાધનોનું ટેકનિકલ ઓડિટ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

રાજ્યના મુખ્ય સચિવ શ્રી ડૉ. અનિલ મુકીમના અધ્યક્ષપદે આજે રાજ્યકક્ષાની સ્ટીયરીંગ કમિટિની એક મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગુજરાતમાં વેક્સિનેશન માટેના આયોજનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

આ પણ જુઓ : જિલ્લામાં કોવિડ-૧૯ના સંક્રમણને નિયંત્રિત કરવા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું

ભારત સરકારની ગાઇડલાઇન મુજબ ગુજરાતે વેક્સિનેશન માટેનું આયોજન શરૂ કરી દીધુ છે. પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કર્સની માહિતી તૈયાર કરવામાં આવી રહી છે. આજ સુધીમાં રાજ્ય સરકારના ૨.૭૧ લાખ આરોગ્યકર્મીઓ અને ૧.૨૫ લાખ ખાનગી આરોગ્ય કર્મીઓ મળીને કુલ ૩.૯૬ લાખ હેલ્થકેર વર્કસની માહિતી એકત્ર કરવામાં આવી છે. બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સની માહિતી એકત્ર કરવાની સૂચના વહીવટી તંત્રને આપવામાં આવી છે.

ગાંધીનગરમાં મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષ પદે આજે યોજાયેલી સ્ટેટ સ્ટીયરીંગ કમિટીની મહત્વની બેઠકમાં વરિષ્ઠ સનદી અધિકારીશ્રીઓ શ્રી પંકજ કુમાર, શ્રી મનોજ અગ્રવાલ, શ્રી એ.કે.રાકેશ, શ્રી નલિન ઉપાધ્યાય, શ્રી વિનોદ રાવ, શ્રી રાજકુમાર બેનિવાલ, શ્રીમતી મનીષા ચંદ્રા, શ્રી અશોક કાલરિયા, આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, શ્રી મુકેશ.એ.પંડયા, સહિત અન્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતી રવિએ રાજયમાં વેક્સિનેશનના આયોજનની વિગતવાર માહિતી આપી હતી.

 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024