Siddhpur
સિદ્ધપુર (Siddhpur) માં તર્પણ વિધિ પર લગાવેલ પ્રતિબંધ હટાવી શરતી મંજૂરી આપવામાં આવી છે. સોમવારથી તર્પણ વિધિને લઇ છુટ આપવામાં આવી છે.
જિલ્લા કલેકટર દ્વારા પ્રથમ કારતક સુદ તેરસથી કારતક વદ બીજ સુધી એટલે કે 26 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી અને ત્યારબાદ આ અવધિ પત્યા પછી 2 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર એમ સમગ્ર કારતક માસ દરમિયાન આ વિધીઓ કરવા પર જાહેરનામું બહાર પાડી રોક લગાવાઇ હતી. પરંતુ ભારતમાં માતૃશ્રાદ્ધ ફક્ત સિદ્ધપુરમાં જ થતું હોઈ ધાર્મિક લાગણીને માન આપી તર્પણવિધી માટે જિલ્લા કલેક્ટર દ્વારા શરતી મંજૂરી અપાઈ છે.
આ પણ જુઓ : રશિયાની કોરોના વેક્સિન સ્પુટનિક ફાઇવનો પહેલો જથ્થો ભારત પહોંચ્યો
શરતી મંજૂરી મુજબ ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સનું ફરજીયાત પાલન કરવાનું રહેશે. 10 વર્ષથી ઓછા અને 60 વર્ષથી વધુ ઉંમરના માણસોએ વિધિના સ્થળે ન આવવા જણાવાયું છે.
તેમજ રીક્ષાઓમાં ફરજિયાત માસ્ક સાથે બે મુસાફરો, ટેક્ષી કેબમાં ડ્રાઇવર સાથે ત્રણ મુસાફરો જ બેસી શકશે. તેમજ પાનના ગલ્લા અને ખાણી-પીણીની લારીઓ તથા ફેરીયા ઉપર પ્રતિબંધ રહેશે. તર્પણ વિધિમાં 5થી વધારે વ્યક્તિઓએ એકઠા થવું નહીં. એક જ સ્થળે વધારે લોકોએ એકઠા થવા પર મનાઈ છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.