જિલ્લાની તમામ હોટલ અને ગેસ્ટ હાઉસમાં PATHIK સોફ્ટવેરમાં ફરજીયાત એન્ટ્રી કરવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું

પોસ્ટ કેવી લાગી?

PATHIK software

સાંપ્રત સમયમાં બનતા ગુના અટકાવવા તેમજ આકસ્મિક સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અધિક્ષકશ્રીની દરખાસ્તને પગલે પાટણ જિલ્લાની તમામ હોટલ અને ગેસ્ટ હાઉસમાં ગ્રાહક રજીસ્ટરની સાથે PATHIK સોફ્ટવેર (PATHIK software) માં ફરજીયાત એન્ટ્રી કરવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.ડી.પરમાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર પાટણ જિલ્લાના હોટલ અને ગેસ્ટ હાઉસના માલિકે ગ્રાહકની રજીસ્ટર એન્ટ્રીની સાથે દરેક હોટલે પોતાના રિસેપ્શન કાઉન્ટર ઉપર ઈન્ટરનેટ કનેક્ટીવીટી સાથેનું એક કમ્પ્યુટર રાખવા તેમજ અમદાવાદ શહેર પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ PATHIK(Program for Analysis of Travelers And Hotel informatiks) સોફ્ટવેર ઈન્સ્ટોલ કરાવી રજીસ્ટરમાં થતી એન્ટ્રી આ PATHIK સોફ્ટવેરમાં કરવા હુકમ ફરમાવવામાં આવ્યો છે.

આ હુકમ તા.૨૭/૧૧/૨૦૨૦ના ૦૦.૦૦ કલાકથી તા.૨૬/૦૧/૨૦૨૦ના ૨૪.૦૦ કલાક સુધી બંને દિવસો સુદ્ધાંત અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ પણ જુઓ : ગુજરાતમાં કોરોના વેક્સિનેશન માટે ટાસ્કફોર્સની રચના કરવામાં આવી

આ સોફ્ટવેરના રાજ્યવ્યાપી અમલીકરણનું મુખ્ય કારણ સાંપ્રત સમયમાં બનતા ગુના તેમજ આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા અને આકસ્મિક સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે તમામ હોટલ અને ગેસ્ટ હાઉસોને એક સાથે ચેક કરવાની મેન્યુઅલી કામગીરીને પહોંચી વળવાનું છે. જેની મદદથી સમગ્ર રાજ્યની પોલીસ એક બીજાના સંકલનમાં રહી ખુબ જ ઓછા સમયમાં પરીણામલક્ષી કામગીરી કરી શકે છે.

પાટણ જિલ્લામાં આવેલા તમામ હોટલ અને ગેસ્ટ હાઉસોમાં રોકાણ કરતાં વ્યક્તિઓને ખુબ ઓછા સમયમાં ચેક કરી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો પોલીસના સમયનો વ્યય અટકાવી શકાય તેમ હોવાથી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની દરખાસ્તને પગલે આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

પાટણ જિલ્લાના નાના-મોટા શહેરોમાં હાલ હોટલો અને ગેસ્ટ હાઉસની સંખ્યામાં વધારો થવા પામ્યો છે. આવા સંજોગોમાં જ્યારે કોઈ બનાવ બને ત્યારે જે તે સ્થળે જઈ તમામ હોટલો ચેક કરવી મુશ્કેલ બને છે. જેમાં થતા સમયના વ્યયને બચાવવા રાજ્યમાં PATHIK(Program for Analysis of Travelers And Hotel informatiks) સોફ્ટવેર કાર્યરત છે. આ સોફ્ટવેરમાં હોટલ કે ગેસ્ટ હાઉસમાં રોકાણ કરનાર ગ્રાહકની માહિતી હોટલ ખાતેથી જ ઈન્ટરનેટ દ્વારા એન્ટ્રી કરવા બનાવવામાં આવ્યું છે. જેથી રોકાણ કરનાર ગ્રાહકની માહિતી પોલીસને તાત્કાલીક ધોરણે અને સરળતાથી ઉપલબ્ધ થાય છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures