Ahmedabad
અમદાવાદ (Ahmedabad)માં અખબારનગર અંડરપાસમાં BRTS બસને વિચિત્ર અકસ્માત સર્જાયો છે. BRTS બસના ડ્રાઈવરે અંડરપાસમાં સંતુલન ગુમાવતા આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં અખબારનગર અન્ડરબ્રિજના પિલ્લર સાથે આખી બસ ઘુસી જતા બસના બે ફાડિયા થઈ ગયા હતા.
અકસ્માતમાં પાંચ લોકોને ઈજા પહોંચી છે. આ પાંચ ઈજાગ્રસ્તોમાંથી ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી છે. જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ જુઓ : ગુજરાતમાં કોરોના વેક્સિન માટે 50થી ઉપરના વ્યક્તિઓનો ડેટા બેઝ બનાવાશે
મળતી માહિતી પ્રમાણે, આજે બપોરે અમદાવાદના અખબારનગર અન્ડર બ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એક ટૂ વ્હીલર ચાલક આડે આવ્યો હતો. જે દરમિયાન ડ્રાઈવરે ટૂ વ્હિલર ચાલકને બચાવવા જતા આ અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. બીજી બાજુ એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે BRTS બસના ડ્રાઈવરે અંડરપાસમાં સંતુલન ગુમાવતા આ અકસ્માત સર્જાયો છે, આ ઘટનામાં 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.