ગુજરાતમાં કોરોના વેક્સિન માટે 50થી ઉપરના વ્યક્તિઓનો ડેટા બેઝ બનાવાશે

Oxford Corona vaccine

Gujarat

કોરોના વેક્સિન થોડા સમયમાં આવવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. જેથી વેક્સિન આપવા માટે ગુજરાત (Gujarat) નાં આરોગ્ય વિભાગે આપેલી સૂચના પ્રમાણે 50થી વધુ ઉંમરની વ્યક્તિઓ અને 50 વર્ષની નીચેની વ્યક્તિઓ કે જેઓ અન્ય રોગ ધરાવતા હોય તેમનો ડેટાબેઝ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે.

10થી 13 ડિસેમ્બરના રોજ મતદાન મથકના વિસ્તાર મુજબ વિવિધ સર્વે ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરી આ ડેટા લેવામાં આવશે. જેમાં વ્યકિતની ઉંમરથી લઈ તેનો મોબાઈલ નંબર તેમજ કોઈ પ્રકારના રોગથી પીડાતો હોય તો એની પણ અલગથી નોંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

રાજયના આરોગ્ય વિભાગ તરફથી 14થી 16 ડિસેમ્બર સુધીમાં બે અલગ પ્રકારના ડેટાબેઝ તૈયાર કરવા તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેકટર હસ્તકના વિસ્તારો માટે કામગીરી કરવાનો આદેશ અપાયો છે.

આ પણ જુઓ : અમદાવાદમાં કેમિકલ કંપનીઓમાં લાગી ભીષણ આગ

રાજયના આરોગ્ય કમિશનર તરફથી કોવિડ વેકિસનને અંગે જાહેર કરેલા પરિપત્રમાં પચાસ વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને પચાસ વર્ષથી ઓછી ઉંમરના કોમોર્બિડિટી ધરાવતા (અન્ય બીમારી હોય તેવુ) નાગરિકોના નામ, સરનામા અને મોબાઈલ નંબર સાથેનો ડેટાબેઝ તૈયાર કરવા કહેવામાં આવ્યું છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here