Arya Banerjee
અભિનેત્રી આર્યા બેનર્જી (Arya Banerjee) નું નિધન થયું છે. તેણે ફિલ્મ લવ સેક્સ અને ધોખાથી ડેબ્યૂ કર્યું અને પછી તેણે ધ ડર્ટી પિક્ચરમાં કામ કર્યું હતું. તેનો મૃતદેહ શંકાસ્પદ સ્થિતિમાં મળી આવ્યો છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. કોલકત્તાના જોધપુર પાર્કમાં સ્થિત તેના ફ્લેટમાંથી આર્યા બેનર્જીનો મૃતદેહ મળ્યો છે. તેનો મૃતદેહ લોહીથી લથપથ હતો.
જાણકારી મુજબ નોકરાણી આર્યા બેનર્જીના ઘરે કામ કરવા ગઈ હતી પરંતુ ઘણી વાર ફોન કર્યા બાદ કોઈ જવાબ ન મળતા ઝીલ પોલીસ સ્ટેશન ગઈ અને ઘટનાની જાણકારી આપી હતી. જાણ થતાંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
આ પણ જુઓ : મહારાષ્ટ્ર કેબિનેટ દ્વારા મહિલાઓ પરના જઘન્ય અપરાધોમાં ફાંસીની સજાની જોગવાઈ કરતા બિલને મંજૂરી
આર્યા બેનર્જીના ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હતો. પોલીસે દરવાજો તોડી પાડ્યો હતો. અંદર બેડ પર અભિનેત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના નાકમાંથી લોહી નિકળી રહ્યું હતું અને મોઢામાંથી ઉલ્ટી થઈ હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.