Ahmedabad
અમદાવાદના (Ahmedabad) સોલા, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં અપહરણ, હત્યાના પ્રયાસ, ખંડણી સહિતના ગુનામાં સંડોવાયેલા ગુનેગાર પ્રદીપ ઉર્ફે માયા ડોનની હત્યા કરવામાં આવી છે. બનેવીએ ઝઘડામાં સમાધાન બાદ હત્યા કરી છે. સોલા પોલીસે બે આરોપીઓની અટકાયત કરી છે.
રાતના સમયે પ્રદીપને તલવારોના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. માયા ડોન અને અનિષ પાંડે સાળો બનેવી હતા તેવું સામે આવ્યું છે.
આ પણ જુઓ : રાજ્ય સરકારે લગ્ન સમારંભ માટે વધુ એક નવો નિયમ લાગુ કર્યો
સાળા બનેવી વચ્ચે કોઈ બાબતમાં અગાઉ ઝગડો થયેલો, તે અનુસંધાને સમાધાન કરવા રાત્રિના 02 વાગે મળેલા ત્યારે ફરીથી વધુ બોલાચાલી થતા અનિષ પાંડે ત્યાંથી નીકળી ગયેલો અને સવારે વહેલા 5 થી 6 આસ પાસ અન્ય આરોપીઓને સાથે લાવી હત્યાને અંજામ આપેલ છે
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.