Surat
સુરતના ( Surat) વરાછા-મીનીબજાર ખાતે આવેલી ડાયમંડ વર્લ્ડની ઓફિસમાં યુવતી સાથે દુષ્કર્મ કરવાની ઘટના સામે આવી છે. જેમાં બે બહેનપણીને કેફી પીણું પીવડાવી બેહોશ કરાયા બાદ હીરા વેપારીએ બે યુવતીમાંથી એક યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાથી યુવતીએ હીરા વેપારી વસંત પટેલ અને ડ્રાઇવર સામે ગુનો નોંધાવ્યો હતો.
મૂળ જામનગર (jamnagar) ખાતે રહેતી 22 વર્ષીય યુવતી થોડાં દિવસ પહેલાં સરથાણા-કામરેજ રોડ પર આવેલા વેલંજા ખાતે એક બહેનપણીના ઘરે રહેવા આવી હતી. પોતાની બહેનપણી સાથે આ યુવતી નોકરી બાબતે મળવા નીકળી હતી. ત્યારે બહેનપણીએ નોકરી માટે મળવા જવાનું હતું તેવા હીરા વેપારી વસંતને ફોન કરતા, હીરા વેપારી વસંતે તેના ડ્રાઈવરને મર્સિડિઝ કાર લઇ તેમને લેવા મોકલ્યો હતો.
બંનેવ યુવતી કારમાં બેસી વસંત પટેલની ઓફિસે આવ્યા હતા. ત્યારબાદ વસંત પટેલે ડ્રાઇવર જયેશ પાસે કોલ્ડ્રીંક્સ મંગાવ્યું હતુ. જેમાં નશીલો દ્રવ્ય ઉમેરી બંને યુવતીને પીવડાવતા બંને યુવતી અર્ધબેહોશ જેવી થઇ ગઇ હતી. ત્યાર બાદ જામનગરથી આવેલી યુવતી ભાન આવ્યું ત્યારે તે સોફા પર સુતેલી હતી. અને હીરા વેપારી વસંત અને સુરત ખાતે જેના ઘરે આવેલી તે બહેનપણી ઝગડો કરતા હતા. ત્યાર બાદ વસંતે સુરત ખાતે રહેતી યુવતીને શાંત કરીને પોતાની કારમાં મોટા વરાછા સુધી મુકી આવ્યો હતો.
આ પણ જુઓ : 15 ડિસેમ્બરે PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, કચ્છની લેશે મુલાકાત
જામનગરથી આવેલી યુવતીના કપડા પર ડાઘ હતા. તેને શંકા હતી કે તેની સાથે બળાત્કાર થયો છે. વસંત પટેલે જામનગરની યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યારબાદ તેને પોતાના પરિવારને સમગ્ર વાત જણાવતા પરિવારે રવિવારે સાંજે સુરત વરાછા પોલીસમાં વસંત પટેલ અને તેના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.