31st December
ગણતરીના દિવસોમાં જ નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે અમદાવાદમાં આ વખતે 31મી ડિસેમ્બર (31st December) ની ઉજવણીમાં કોરોના મહામારીને કારણે ભંગ પડયો છે.
31 ડિસેમ્બરની ઉજવણીના મોટા ભાગના આયોજનો કોરોનાની મહામારીને જોતા રદ્દ થયા છે. અમદાવાદ કંટ્રોલ વિભાગના ડીસીપી હર્ષદ પટેલે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે કોરોનાની ગાઇડલાઇન મુજબ રાત્રે 9 વાગ્યા બાદ કોઇ પણ વ્યક્તિ ઉજવણી કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
આ પણ જુઓ : 15 ડિસેમ્બરે PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, કચ્છની લેશે મુલાકાત
ઉપરાંત રાત્રે 9 પહેલા ગાઇડલાઇનનું યોગ્ય પાલન થાય અને જાહેરનામાનો ભંગ ન થવો જોઈએ. તેમણે કહ્યું કે અમદાવાદમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટમાં ચેકપોસ્ટ બનાવવામાં આવશે. ચેકપોસ્ટ પર સખ્તાઈ પૂર્વક ચેકિંગ હાથ ધરવામાં આવશે. અમદાવાદ શહેર તેમજ બહારના ફાર્મ હાઉસ પર પણ વોચ ગોઠવવામાં આવશે. કોઈ પણ વ્યકિત નિયમનો ભંગ કરશે તો તેની સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કારશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.