Corona vaccine
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કોરોના રસીકરણ (Corona vaccine) બાદ તેના પ્રતિકૂળ પ્રભાવો અને ઘટનાઓ સામે આવવા અંગે ચેતવણી આપતા કહ્યું કે આ પ્રકારનો પ્રતિકૂળ પ્રભાવ મુખ્ય રીતે રસીકરણ બાદ બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં જોવા મળ્યો છે. આવામાં કોવિડ-19 રસીકરણ શરૂ થયા બાદ પ્રતિકૂળ ઘટનાઓની સંભાવનાઓથી ઈન્કાર કરી શકાય નહીં.
દેશમાં બહુ જલદી કોરોના રસીકરણ અભિયાન શરૂ થવાનું છે. આ બધા વચ્ચે સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણના એક નિવેદ એક સવાલના જવાબમાં કહ્યું કે જ્યારે મોટા પાયે રસીકરણ અભિયાન ચલાવવામાં આવે તો કેટલાક લોકોમાં તેની ઉલ્ટી અસર પણ જોવા મળી શકે છે.
So, we can’t deny chances of an adverse event when #COVID19 vaccination begins. The countries where immunisation has already begun, especially in the UK, adverse events took place on the very first day. So, it is essential that states and UTs prepare for this too: Rajesh Bhushan https://t.co/lZHvnLknFs
— ANI (@ANI) December 15, 2020
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે “રસીકરણ બાદ કેટલીક ગડબડીઓ સામે આવવી એક ચિંતાજનક વિષય છે. જ્યારે આપણે વ્યાપક રસીકરણ અભિયાન કાર્યક્રમ ચલાવીએ છીએ જે દાયકાઓથી ચાલતું આવ્યું છે, તો રસી લગાવ્યા બાદ બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં કેટલાક ઉલ્ટા પ્રભાવ જોવા મળી જાય છે.”
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.