North India

North India

સમગ્ર ઉત્તર ભારત (North India) માં રેલવે ટ્રેક પર ગાઢ ધૂમ્મસ છવાઇ જતાં રેલવેએ સંખ્યાબંધ ટ્રેનો રદ કરી દીધી છે. આવા સંજોગોમાં ટ્રેન દોડાવવાથી ગંભીર અકસ્માતો થવાની શક્યતા વધી જવાથી ટ્રેનેા રદ કરવાની ફરજ પડી હતી.

રેલવેના પ્રવક્તાએ કહ્યું હતું કે ગાઢ ધૂમ્મસના પગલે વિઝિબિલિટી લગભગ શૂન્ય થઇ ગઇ હતી. દિલ્હી-ઉત્તર પ્રદેશ, દિલ્હી-બિહાર અને ઉત્તર ભારતનાં બીજાં ઘણાં શહેરોની રેલવે લાઇન પર વિઝિબિલિટી શૂન્ય જેવી થઇ જતાં ટ્રેનો રદ કરવામાં આવી હતી.

આ પણ જુઓ : Flipkart Big Saving Days સેલમાં મળશે આ બમ્પર ડિસ્કાઉન્ટ

બિહાર સાથે સંકળાયેલી લીચ્છવી એક્સપ્રેસ, યમુના એક્સપ્રેસ, અવધ-આસામ એક્સપ્રેસ વગેરે ટ્રેનો રદ કરવાની જાહેરાત રેલવેના પ્રવક્તાએ કરી હતી. રેલવેના પ્રવક્તાએ કહ્યું હતું કે, રેલવેએ કરેલી જાહેરાત મુજબ આજથી એટલે કે 16મી ડિસેંબરથી 31મી ડિસેંબર સુધી કેટલીક ટ્રેનો નહીં દોડે. જે પ્રવાસીઓને રિફંડ જોઇતાં હોય તે નજીકના સ્ટેશનનો સંપર્ક સાધી શકે છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024