Ahmedabad
અમદાવાદ (Ahmedabad) માં નિકોલ વિસ્તારમાં વધુ એક છેડતીનો બનાવ સામે આવ્યો છે. મહિલા વિશે અનાબ સનાબ બોલતા મહિલાએ આ બાબતે આરોપી સાથે વાત કરતા નરાધમે મહિલાનો ડ્રેસ ફાડી નાખી ગડદાપાટુનો માર માર્યો.
નરોડા વિસ્તારમાં રહેતી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે સવારે તે પોતાની દુકાન પર હાજર હતી ત્યારે રાયમલ રબારી નામનો યુવક તેમની દુકાનની નજીકમાં આવેલ જવેલર્સના માલિક સાથે મહિલા તરફ ઈશારો કરીને કઈ બોલી રહ્યો હતો. જેથી મહિલા માલિક સાથે જઈને રાયમલ રબારી શું બોલી રહ્યો હતો તે અંગે પૂછતાં તેણે કહ્યું કે, તે તમારા વિશે અનાબ સનાબ બોલી તેનો શું ભાવ ચાલી રહ્યો છે તેવું પૂછતો હતો.
આ પણ જુઓ : ભારતમાં ઓક્સફર્ડની કોરોની રસીના 5 કરોડ ડૉઝ તૈયાર
જેથી મહિલાએ રાયમલ રબારી પાસે જઈને આ બાબતે વાતચીત કરતા રાયમલ રબારી ઉશ્કેરાઈ જતા મહિલાને બિભત્સ ગાળો બોલી તેનો ડ્રેસ ફાડી નાખી અને તેને ગડદાપાટુનો માર માર્યો હતો. આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.