Patan
પાટણ (Patan) માં સત્યમ, શિવમ સોસાયટીમાં કેટલાક રહીશોએ ઘરની બહાર કાચાં-પાકાં દબાણો કાર્ય હતા. જેથી રહીશ દ્વારા પાલિકામાં દબાણ દૂર કરવા અરજી કરવામાં આવી હતી. તે અંતર્ગત પોલીસ બંદોબસ્ત સાથે પાલિકા તંત્ર દ્વારા સોસાયટીમાં માપણી કરી 22 મકાનો બહાર કરાયેલા એક એક મીટર જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતાં.
સત્યમ -શિવમ સોસાયટીનો મુખ્ય રસ્તો 7.5 મીટરનો છે. પરંતુ તેના પર દબાણ થવાથી 6.5 મીટર જેટલો થઈ ગયો હતો. આ ઉપરાંત સત્યમ સોસાયટીની પ્રથમ ગલીમાં આતરિક રોડ 6 મીટર નો હતો જે દબાણ થવાથી 5 મીટર જેટલો થઈ ગયો હતો.
આ પણ જુઓ : પટણામાં બદમાશોએ ઘરમાં ઘુસી ગન દેખાડીને યુવતીનું અપહરણ કર્યું
આ અંગે સ્થાનિક રહીશો દ્વારા પાલિકામાં રજૂઆત કરાતાં સીટી સર્વેના કર્મચારીઓએ સોસાયટીના નકશાના આધારે માપણી કરાવી દબાણો દુર કરાયાં હતાં.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.