Google Gujarati – Wankaner
વાંકાનેર (Wankaner – Google Gujarati) તાલુકામાં દિયરે ભાભીની હત્યા કર્યાનો બનાવ બન્યો હતો. આ બનાવમાં અગાભી પીપળીયા ગામે ઘરના નાના એવા કજીયામાં દિયરના હાથે ભાભીની માર મારીને હત્યા થઈ હતી જેમાં પોલીસે આરોપી દિયર ની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામના રહેવાસી જયંતી ધારશીભાઈ જખાણીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની નવી માંનો દીકરો મુકેશ અને તેની પત્ની હીરાબેન વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ હીરાબેને ફરિયાદી જયંતીના પત્ની મીનાબેન પાસે તેમના પતિ સાથે થયેલ ઝઘડાની વાત કરવા આવ્યા હતા.
આ પણ જુઓ : સુરત: કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘ્ઘન બદલ પાસ નેતા અલ્પેશ કથીરિયા સહિત 6 લોકોની ધરપકડ કરાઈ
આ વાતનું આરોપીને સારું નહિ લાગતા આરોપી મુકેશ ધારશીએ મીનાબેનને ગાળો આપતા મીનાબેને ગાળો બોલવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાઈ જઈને આરોપીએ મીનાબેનને માર માર્યો હતો બાદમાં ઈજાગ્રસ્ત મીનાબેનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં સારવાર દરમિયાન મીનાબેનનું મોત નીપજ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપી દિયર મુકેશ ઝાંખનિયાની ધરપકડ કરી વધુ તાપસ હાથ ધરી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.