Lockdown
બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેન મળ્યા બાદ ઇઝરાયલે કોરોના સંક્રમણ નિવારણ માટે ત્રીજીવાર દેશવ્યાપી લૉકડાઉન (Lockdown)ની જાહેરાત કરી છે. તો ચીને બ્રિટનથી આવનારી તમામ ઉડાનોને સસ્પેન્ડ કરવાની વાત કહી છે.
પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ કહ્યુ કે, દેશવ્યાપી લૉકડાઉનનો આદેશ રવિવારથી લાગૂ થશે અને 14 દિવસ સુધી ચાલશે. જાહેર કરાયેલા આદેશ પ્રમાણે દુકાનો બંધ રહેશે અને લોકોની અવર-જવર મર્યાદિત માત્રામાં રહેશે. જરૂરી વસ્તુઓ મળશે. લોકોના કાર્યસ્થળો પર જવાને છોડીને ઘરથી એક કિલોમીટર દૂર જવા પર પ્રતિબંધ રહેશે.
આ પણ જુઓ : US માં ફાઇઝરની રસીની એલર્જિક રિએક્શનનું પ્રમાણ વધારે જણાયું
ઇઝરાયલના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ક્રિસમસ દરમિયાન ક્લોઝ ડોરમાં 10 જ્યારે ખુલામાં 100 લોકોને ભેગા થવાની મંજૂરી હશે. રશિયામાં બીજીવાર રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લગાવવાનો વિરોધ થઈ રહ્યો છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.