Turkey

Turkey

તુર્કી (Turkey) માંથી સોનાનો જથ્થો મળી આવ્યો છે. આ જથ્થો 99 ટન અને લગભગ છ અબજ ડોલર કરતાં પણ વધારે હોવાનો અંદાજ છે. આ જથ્થો ઘણાં દેશોના જીડીપી કરતાં પણ વધારે છે. લગભગ બે વર્ષમાં આ સોનાની ખાણમાંથી જથ્થો મળતો થઈ જશે.

તુર્કીના એગ્રીકલ્ચર ક્રેડિટ કોઓપરેટિવના પ્રમુખ ફહરેન્ટીન પોયરાઝ નામના માણસના પ્રયાસોથી આ જથ્થો મળ્યો છે. 99 ટન સોનાના જથ્થામાંથી બે-એક વર્ષમાં થોડોક હિસ્સો બહાર નીકળશે. સોનાનો જથ્થો તુર્કીના સેન્ટ્રલ-વેસ્ટ સોગુટમાંથી મળ્યો છે.

આ પણ જુઓ : ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના પ્રવાસ માટે આસામ પહોંચ્યા

માલદિવ્સની જીડીપી 4.87 અબજ ડોલર છે. મોન્ટેનીગ્રો, બાર્બાડોઝ, ગ્યુઆના, લેસોથો જેવા કેટલાય દેશોની જીડીપી 6 અબજ ડોલર કરતાં ઓછી છે. આ દેશોની જીડીપી કરતાં પણ વધારે છે આ જથ્થાની કિંમત.તુર્કીમાં સોનાનો આટલો મોટો જથ્થો મળી આવ્યો એ જાહેર થયા પછી તુર્કી સ્ટોક એક્સચેન્જમાં 10% નો નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો.


શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024