Sourav Ganguly
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ને હાર્ટ એટેક આવ્યો છે. ત્યારબાદ તેમને કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સૌરવ ગાંગુલીના ઘરમાં બનાવેલ જિમમાં સવારે વર્કઆઉટ કરી રહ્યા હતા ત્યારે તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. દુખાવા બાદ તાત્કાલિક સૌરવ ગાંગુલીને કોલકાતાની હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
આ પણ જુઓ : બે યુવાનોએ વૃદ્ધને સમલૈંગિક સંબંધોની લાલચ આપી હનીટ્રેપમાં ફસાવ્યા
હાલમાં તેની હાલત સ્ટેબલ હોવાનુ ડોક્ટરોએ જણાવ્યું છે. તે સાથે ગાંગુલીને એન્જિયોપ્લાસ્ટી પણ કરવી પડશે. ડોક્ટરોનુ કહેવુ હતુ કે, આ કાર્ડિયાર્ક અરેસ્ટનો કેસ છે. જોકે ચિંતાની કોઈ વાત નથી અને ગાંગુલીની તબિયત એકદમ સ્થિર છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.